Saturday, March 5, 2011

Real One

Jivan ma darek vyakti k vastu ni sachi kimat fakt 2 sajogo ma smjay 6.
1. Tene pamya pahela.
2. Tene gumavya pachi.

Reality between framing of Love

એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???” બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શું થયું???કેમ રડો છો???” શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ” તેમના પતિએ નિબં ધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું— ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો. શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન!!!બિચારું બાળક!!!!કેવા ભયાનક માતા-પિતા છે!!!!!” શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”